વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ રબારી યુવાનની હત્યાના આરોપી સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરવાની માંગ


SHARE







મોરબીમાં થયેલ રબારી યુવાનની હત્યાના આરોપી સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરવાની માંગ

મોરબીમાં થોડા દિવસો પહેલા પંચાસર રોડ ઉપર રબારી યુવાનની હત્યા કરવામાં આવી હતી જેમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે જો કે, મોરબી જિલ્લા માલધારી સંગઠન દ્રારા જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર પઠાવવામાં આવ્યું છે અને આરોપીની સામે ગુજસીટોકની કલમનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા માલધારી સંગઠન દ્રારા જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં લખ્યું છે કે, તા.૨૨-૧૧ ના રોજ નવઘણભાઈ હરેશભાઈ અજાણા જાતે રબારી રહે. ભગવતીપરા પોતાનું કામકાજ પતાવી ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન રસ્તામાં સામાન્ય બાબતે તેની છરી મારી હત્યા કરવામાં આવેલ હતી અને નવઘણભાઈની હત્યા કરનાર આરોપી હિસ્ટ્રીશિટર હોય તેની સામે મોરબી જિલ્લામાં અનેક ગુનાઓ નોંધાયેલા છે અને આરોપી શરીર સબંધીત ગુનાઓ કરવાની ટેવ વાળો છે જેથી કરીને આરોપી સામે ગુજસીટોક કાયદાની કલમો હેઠળ ગુનો નોંધવા માંગ કરવામાં આવેલ છે

વધુમાં રજૂઆતમાં જણાવ્યુ છે કે, મરનાર નવઘણભાઈ પોતાના પરિવારમાં ગુજરાન ચલાવનાર મુખ્ય વ્યકિત હતા. અને નવઘણભાઈના પિતા પણ હયાત નથી. નવઘણભાઈ તેના દાદા સાથે રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને નવઘણભાઈના પરિવારને આવનારા સમયમાં ખરાબ આર્થિક પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે સરકાર તરફથી આર્થિક સહાય મળે તેવો પ્રબંધ કરવા પણ માંગણી કરાયેલ છે અને કાયદાની છટકબારીનો લાભ લઈને આરોપી છૂટી ન જાય તે રીતે ન્યાયીક રીતે ચાર્જ ફેમ કરવા માંગ કરાયેલ છે. આ કેસના ફરીયાદી તેમજ સાહેદોને પોલીસ રક્ષણ પણ મળે તેવી પણ કલેકટર એને એસપીને લેખીત રજૂઆત કરાયેલ છે.




Latest News