મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા તાત્કાલિક દર્દીઓ માટે ૧૫ બોટલ રકત એકત્રિત કરાયું


SHARE







મોરબીના યુવા આર્મી ગ્રુપ દ્વારા તાત્કાલિક દર્દીઓ માટે ૧૫ બોટલ રકત એકત્રિત કરાયું

મોરબીમાં ઈમરજન્સી એટલે યુવા આર્મીથી જાણીતુ યુવા આર્મી ગ્રુપ તેમના સેવાકાર્યથી હંમેશા ચર્ચામાં રહેતુ હોય છે. કારણ કે યુવા આર્મી ગ્રુપ હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના ધ્યેય સાથે મોરબીના લોકોની ઈમરજન્સી બ્લડની જરૂરીયાત પુરી કરવા રાત હોય કે દિવસ ૨૪ કલાક તત્પર રહે છે અને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યું છે. જેમકે આપણે જાણીએ છીએ કે કોરોના પર રોક લગાવવા માટે થયને અત્યારે સરકાર દ્વારા વેક્સિનેશન પર ખૂબ જોર દેવામાં આવી રહ્યું છે પરંતુ વેક્સિન લિધા બાદ લોકો 15 દિવસ સુધી રક્તદાન કરી શકતા ના હોવાને કારણે બ્લડ બેંકમા ક્યારેક બ્લડની ખુબ જ સોર્ટેજ ઉભી થઈ જાય છે ત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બ્લડની જરૂરીયાત વાળા દર્દીઓના પરીવાર માટે જે તે બ્લડ ગ્રુપનુ બ્લડ શોધવુ ખુબ જ મુશ્કેલ થઈ જતુ હોય છે ત્યારે યુવા આર્મી ગ્રુપ હંમેશા આવા કપરા સમયમાં તેમના સાથે ખડેપગે રહે છે.ગઇકાલે મોરબીની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં અકસ્માત તથા પ્રસૂતિના દર્દીઓ માટે  A+ તથા B+ બ્લડની તાત્કાલિક જરૂરીયાત ઉભી થઈ હતી. જેની ડો. કપિલભાઈ બાવરવા દ્વારા યુવા આર્મી ગ્રુપને કરવામાં આવી હતી. જે માટે થયને યુવા આર્મી ગ્રુપ ના A+ તથા B+ બ્લડ ગ્રુપ સભ્યો દ્વારા તાત્કાલિક ઘોરણે ૧૫ બોટલ બ્લડની વ્યવસ્થા કરી આપવામા આવી હતી. જે માટે થયને હોસ્પિટલ પ્રશાસન તથા દર્દીના પરીવારજનોએ યુવા આર્મી ગ્રુપ મોરબીને આશિર્વાદ તથા આભાર વ્યક્ત કર્યો હતો. અને બ્લડની ઈમરજન્સી જરૂરીયાત માટે કે યુવા આર્મી ગ્રુપ મા જરૂરીયાત સમયે રક્તદાન કરીને જોડવા માટે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા માટે ગ્રુપના પિયુષભાઈ બોપલિયા‌એ જણાવ્યુ છે






Latest News