મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં દુકાનમાં લાગેલ આગ કાબુમાં લેવા ફાયરની ટિમ આવી ત્યાં ઘણું મોડુ થઈ ગયું !


SHARE







વાંકાનેરમાં દુકાનમાં લાગેલ આગ કાબુમાં લેવા ફાયરની ટિમ આવી ત્યાં ઘણું મોડુ થઈ ગયું !

વાંકાનેરમાં સ્ટેચ્યુ સર્કલ પાસે આવેલ ગેસ રીપેરીંગની દુકાનમાં ગઇકાલે મોડીરાત્રીના સમયે કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે અને આગ લાગતાની સાથે જ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ બે કલાક જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ રાજકોટનું ફાયર આવ્યું હતું ત્યાં સુધીમાં દુકાન બળી ગઈ હતી અને આગ કાબુમાં આવી ગઈ હતી.

વાંકાનેર શહેરમાં આવેલ સ્ટેચ્યુ સર્કલ પાસે વોરાના હજીરાની સામેના ભાગમાં રેફ્રિજરેટરના રીપેરીંગની દુકાનમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ મોડી રાતના સમયે આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની આ ઘટનામાં દુકાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ છે ઉલ્લેખનીય છે કે, આગ લાગવાની ઘટનાની જાણ થતાની સાથે જ તાત્કાલિક વાકાનેર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પરંતુ બે કલાક જેટલો સમય વીતી ગયો ત્યાં સુધી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી અને ત્યાર બાદ રાજકોટથી ફાયરની ટીમ આવી ત્યાં સુધીમાં તો  દુકાનદારની દુકાન આગની ઝપેટમાં આવી જતા આખી દુકાન બળીને ખાખ થઈ ગઈ છે. જો કે, સદ્નસીબે દુકાન બંધ હતી ત્યારે ઘટના બનેલ હોવાથી કોઈ જાનહાની થયેલ નથી.






Latest News