મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરીનગર પાસે ખુલ્લા પ્લોટમાં દારૂની આઠ બોટલ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ


SHARE







મોરબીમાં રોટરીનગર પાસે ખુલ્લા પ્લોટમાં દારૂની આઠ બોટલ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ

મોરબીમાં રોટરી નગર સોસાયટી કેસરીનંદન હનુમાનજી મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની આઠ બોટલો મળી આવતા પોલીસે 5,488 ની કિંમત દારૂની બોટલો સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને દારૂ આપનારનું નામ સામે આવ્યું હોય હાલમાં બે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રોટરીનગર સોસાયટીમાં કેસરીનંદન હનુમાન મંદિર પાસે ખુલ્લા પ્લોટમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની આઠ બોટલો મળી આવતા 5,488 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી પૃથ્વીરાજસિંહ ખોડુભા ઝાલા (34) રહે. સામાકાંઠે વેજીટેબલ રોડ રોટરીનગર શેરી નં-2 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેણે નઝીર રહીમભાઈ સુમરા રહે. હાલ જામનગર રોડ માધાપર ચોકડી પાસે રાજકોટ મૂળ રહે. કાલિકા પ્લોટ મોરબી વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધી બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જુગારની રેડ

મોરબી તાલુકાના લધીરપુર રોડ ઉપર ફેસ સીરામીક સામે બાલાજી ચેમ્બર પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દીપકભાઈ પ્રભુભાઈ ઈન્દરીયા (40) રહે. મહેન્દ્રસિંહ હોસ્પિટલ સામે આઠ ઓરડી મોરબી તથા દિનેશભાઈ કિશોરભાઈ હળવદિયા (32) રહે. જાંબુડીયા તાલુકો મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,200 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. જ્યારે માળિયાની મેન બજારમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોય ત્યાં પોલીસે રેડ કરી હતી અને સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા નૂરમામદભાઈ અબ્દુલભાઈ લધાણી (40) રહે. ખાખરેચી તાલુકો માળીયા મીયાણા વાળાની 600 રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરવામાં આવેલ છે.






Latest News