મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વિદ્યા દાન: મોરબીમાં જૂના પુસ્તકો એકત્રિત કરીને રામાનંદી સાધુ સેવા સમિતિ સમાજના જરૂરિયાતમંદ પરિવારનો પહોચડશે


SHARE







વિદ્યા દાન: મોરબીમાં જૂના પુસ્તકો એકત્રિત કરીને રામાનંદી સાધુ સેવા સમિતિ સમાજના જરૂરિયાતમંદ પરિવારનો પહોચડશે

મોરબી રામાનંદી સાધુ સેવા સમિતિની પ્રેરણાદાયી પહેલ કરવામાં આવેલ છે અને પાઠ્યપુસ્તકો પસ્તી બને એ પહેલા જ જરૂરીયાત મંદ બાળકોને ઉપયોગી બને તેવુ ઉમદા હેતુથી સેવા યજ્ઞ શરૂ કરવામાં આવેલ છે અને તાજેતરમાં જ SSC HSC બોર્ડની પરીક્ષાઓ પુરી થયેલી છે અને આગામી દિવસોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમા પરિક્ષાઓ લેવામાં આવશે ત્યાર બાદ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે ત્યારે જૂના પુસ્તકોને પસ્તીમાં આપવાને બદલે શ્રી રામાનંદી સાધુ સેવા સમિતિ મોરબી જિલ્લાની ટીમને આપવામાં આવશે તો તેને જરૂરિયાતમંદ બાળક સુધી પહોચડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે.

આ સંસ્થાના આગેવાનોએ જણાવ્યુ છેકે, પાઠ્યપુસ્તકો પસ્તીમાં કિલોના ભાવે વેંચાઈ તેના બદલે જો કોઈ બાળકને ઉપયોગી બને તો વધુ સારું પરિણામ મળશે જેથી સમાજના બાળકોને નવા સત્રમાં પુસ્તકો ખરીદવા માટે મોટી કિંમતો આપવી ન પડે અને તેમના ઘરના બજેટ ખોરવાય નહીં તે માટે સંસ્થાને સહકાર આપવામાં આવે તેવો અનુરોધ કરવામાં આવેલ છે. અને કોઈપણ વાલી વિદ્યાદાન માટે પુસ્તકો આપવાના હોય તેની માહિતી આપવામાં આવશે તો તેઓની પાસેથી પુસ્તક લેવા માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અને જે પરિવારનો પુસ્તક લેવા ઇચ્છતા હોય તેમણે પણ સંસ્થાના જવાબદાર આગેવાનોનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે. અને જે ધોરણોના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ હશે તે આપવામાં આવશે તેવું આગેવાનોએ જણાવ્યુ છે અને અંગે વધુ માહિતી માટે મનિષભાઈ દેવમુરારી (9778615594), ભક્તિરામભાઈ નિમાવત (9979999098), ભરતભાઈ કુબાવત (9265202959), મુકેશભાઈ (બાબાભાઈ)નિમાવત (8780635339), દિપકભાઈ કુબાવત (9427236797), ચંદ્રકાંત રામાનુજ (7016097002) અને ભરતભાઈ નિમાવત  (9913944683) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News