મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં બે અસામાજીક તત્વોના ઘરે ગેરકાયદે વીજ કનેક્શન ઝડપાતા વીજ કંપનીએ કર્યો 3.09 લાખનો દંડ


SHARE







મોરબીમાં બે અસામાજીક તત્વોના ઘરે ગેરકાયદે વીજ કનેક્શન ઝડપાતા વીજ કંપનીએ કર્યો 3.09 લાખનો દંડ

ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે. જેથી મોરબી બી ડિવિઝન વિસ્તારમાં દારૂ અને મારામારીના ગુનામાં સંડોવાયેલ બે શખ્સને ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન હોવાનું સામે આવ્યું હતું જેથી તે બંને શખ્સને ત્યાં કાર્યવાહી કરી હતી અને 3.09 લાખનો દંડ કરવામાં આવેલ છે.

રાજયના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે અને ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન હોય કે પછી સરકારી જમીન ઉપર દબાણ કરેલ હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં ડીવાયએસપી પી.એ.ઝાલાની સૂચના મુજબ બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવા દ્વારા મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરેલ છે અને દારૂના તેમજ શરીર સબંધી ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓના રહેણાક મકાનમાં ગેરકાયદેસર વીજ કનેકશન હોવાની હકિકત સામે આવી હતી જેથી કરીને પીજીવીસીએલના કર્મચારીઓને સાથે રાખીને ચેક કર્યું હતું ત્યારે ગેરકાદે વીજ કનેકશન મળી આવ્યા હતા જેથી મોરબીના કાંતીનગર વિસ્તારમાં આવેલ જુબેદા મસ્જીદ પાસે રહેતા અનવર ઉર્ફે દડી હાજીભાઇ માલાણીને 3,04,395  અને નજરબાગ રેલ્વે સ્ટેશન સામે બૌધ્ધનગર મફતીયાપરામાં નળીયાના કારખાના પાસે રહેતા દિનેશભાઇ બાબુભાઇ ચૌહાણને 4998 નો દંડ કરવામાં આવેલ છે.






Latest News