મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના ટીકર નજીક ગંજા વિસ્તારમાં અગરિયાઓના લાભાર્થે કેમ્પ યોજાયો


SHARE







હળવદના ટીકર નજીક ગંજા વિસ્તારમાં અગરિયાઓના લાભાર્થે કેમ્પ યોજાયો

મોબાઈલ હેલ્થ યુનિટ- ટીકર (રણ) દ્વારા ટીકર નજીકના ગંજા અને અગર વિસ્તારનાં પ્રજાજનો માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં માર્ગદર્શન હેઠળ અને અગરિયા હિત રક્ષક મંચનાં સહયોગથી  સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.  કેમ્પમાં વિનામૂલ્યે સારવાર તથા દવાઓ આપવામાં આવી હતી અને દર્દીઓ માટે બીપીની તપાસ, સુગરની તપાસ, પ્રસુતિની તપાસ, શરીરના તાપમાનની તપાસ, હૃદયના ધબકારાની તપાસ તેમજ હિમોગ્લોબીનની તપાસ પણ કરવામાં આવી હતી. આ કેમ્પમાં ૧૭૨ જેટલા અગરીયા ભાઈ- બહેનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં અનુભવી ફીજીસિયન ડોકટરોની ટીમ દ્વારા દર્દીની યોગ્ય તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન તેમજ સેવા આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચીંતન દોશી તેમજ ડો. જેનીશ ઝાલરીયા, કાજલબેન ભડાણીયા, વિપુલભાઈ જોષી, રાહુલભાઈ લોખિલ, મીનાક્ષીબેન કણજારિયા અને અગરિયા હિત રક્ષક મંચ મારૂતસિંહ બારૈયાએ વિશેષ સહયોગ આપ્યો હતો.






Latest News