મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી : હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક-જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી : હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી બેઠક-જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા પ્રભારી રઘુ શર્માની સૂચના અનુસાર મોરબી જિલ્લાના હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારી બેઠક તથા જનજાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આવનારા દિવસોમાં રાજ્યની અને કેન્દ્રની ભ્રષ્ટ ભાજપા સરકાર દરેક મોરચે નિષ્ફળ નીવડી છે જેની સામે કોંગ્રેસનો દરેક કાર્યકર્તા અવાજ ઉઠાવીને લોકોને જાગૃત કરવાનું કામ કરશે.કાર્યક્રમ દરમ્યાનમાં ખેડૂત આંદોલનમાં શહીદ થયેલ ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તથા કાર્યક્રમના અંતે શહેરના સરા નાકા પાસે સરકાર દ્વારા ત્રણ કાળા કૃષી કાયદા રદ કરવામાં આવ્યા તેની ખુશાલીમાં ફટાકડા ફોડી ઉજવણી પણ કરવામાં આવી હતી.

તેમજ સર્વાનુમતે છ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.જેમા કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોને પોતાની જણસોનો પુરતો ભાવ આપવામાં આવે, હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગના ગામડાઓમાં ખરાબ રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે, તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં સ્ટાફની ભરતી કરવામાં આવે અને આરોગ્ય સુવિધા વધારવામાં આવે, ઉનાળામાં થયેલ કમોસમી વરસાદના લીધે મીઠું પકવતા અગરીયાઓને થયેલ નુકશાનની તાત્કાલિક સહાય ચુકવવામાં આવે, કોરોનાના લીધે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય ચુકવવામાં આવે અને કથડતા શિક્ષણનું સ્તર સુધારવામાં આવે અને ખાનગીકરણ ઉપર અંકુશ લગાવવામાં આવે તેવા લોકહીતના ઠરાવો કરવામાં આવ્યા હતા.




Latest News