ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અસામાજિક તત્વએ કરેલ દબાણ તોડી પાડીને 5 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી


SHARE







વાંકાનેરમાં અસામાજિક તત્વએ કરેલ દબાણ તોડી પાડીને 5 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી

મોરબી જીલ્લામાં અસામાજીક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવા માટેની તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે ત્યારે વાંકાનેર સિટી વિસ્તારમાં દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હતું જેથી પોલીસ અને પાલિકાએ બુલડોઝર ફેરવીને અંદાજે 5 કરોડની કિંમતની સરકારી જમીનને દબાણ મુક્ત કરેલ છે.

મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન અસામાજિક તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં વાંકાનેર સીટી વિસ્તારમાં માથાભારે ઇસમો સામે કડક કાર્યાવહી કરવામાં આવી હતી અને વાંકાનેર સીટીમાં દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ રહીમભાઇ રાયધનભાઈ મોવર રહે. વીશીપરા વાંકાનેર વાળાએ સરકારી જમીન ઉપર કરેલ અન અધિકૃત દબાણ આશરે 1800 વાર જમીન જેની અંદાજીત કિંમત પાચ કરોડ રૂપિયા થાય છે જે સરકારી જમીન ઉપરનું દબાણ વાંકાનેર નગરપાલિકા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા દુર કરવાની કામગીરી કરવામાં આવેલ છે.






Latest News