મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે NSS ના શિબિરાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે NSS ના શિબિરાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે એનએસએસ એકમ અંતર્ગત શિબિરાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તેમજ અંતિમ વર્ષના સ્વયં સેવકોના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને ત્યારે બાલાસરા બંસીએ એકપાત્ર અભિનય રજૂ કર્યો હતો. ગોગરા મુન્ના, કુંભરવાડિયા નિખિલ તેમજ સાંગા રમેશે પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા. મકવાણા ઉન્નતિએ સ્વરચિત કવિતા રજૂ કરી હતી. સાંતોલા સુનિલ, નિખિલ, સાંગા  રમેશે સુંદર ભજનો સંગીત સાથે રજૂ કરીને શ્રોતાગણને અભિભૂત કરી દીધા હતા. ત્યારે એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો. રામભાઈ વારોતરીયાએ સૌ સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી હતી. અને એનએસએસ કેમ્પ કરનાર દરેક સ્વયંસેવકને પ્રમાણપત્ર તેમજ ફોલ્ડરફાઈલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ અંતિમ વર્ષના જે સ્વયંસેવકોએ કોલેજકાળ દરમિયાન જે ઉત્તમ કાર્ય કર્યું તે  બદલ શાલ ઓઢાડીને અધ્યાપકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની સોનગરા અસ્મિતા અને સનારીયા પ્રગતિએ કર્યું હતું.






Latest News