મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક સિરામિક યુનીટના લેબર કવાટરમાં એસિડ પી જતા યુવાન રાજકોટ ખસેડાયો 


SHARE











મોરબીના લાલપર નજીક સિરામિક યુનીટના લેબર કવાટરમાં એસિડ પી જતા યુવાન રાજકોટ ખસેડાયો 

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ નજીકના સિરામીક યુનિટમાં રહેતા અને ત્યાં જ મજૂરી કામ કરતા યુવાને તેના કવાટરમાં કોઈ કારણોસર એસિડ પી લેતાં તેને મોરબી સિવિલે સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલા સોલો સિરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા ધવલ અરવિંદભાઈ રાઠોડ નામના ૨૧ વર્ષના યુવાને કોઈ અકળ કારણોસર એસિડ પી લેતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જોકે અહીં મોરબીની સિવિલ હોસ્પિટલમાં ક્રિટિકલ કેર યુનિટ કાર્યરત ન હોય રાબેતા મુજબ ધવલ રાઠોડને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરાએ બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી હોય કયા કારણોસર ધવલે ઉપરોકત પગલું ભર્યું તે અંગે તેમને પૂછતા ખુલાસો થયો હતો કે મૃતક ધવલ રાજકોટ રહેતો હતો અને હાલમાં મોરબી આવ્યો હતો અને તેના પિતાએ તેને કામ ધંધે લાગી જવાનું કહ્યું હતું જે બાબતનું માઠુ લાગી આવતા તેણે ઉપરોકત પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ગોવિંદભાઈ મૂળજીભાઈ સોલંકી (૬૫) રહે.લાલપર પંચાયતની બાજુમાં વાળાએ જાણ કરી હતી અને જણાવ્યું હતું કે, લાલપર ગામે ઓરસન ઝોન કવાટરના સામેના ભાગે લાલપરથી ભડીયાદ જતા સીસી રોડની સાઈડમાં આવેલ ખુલ્લા પ્લોટમાં અજાણ્યા આશરે ૩૦ થી ૩૫ વર્ષના યુવાનનો મૃતદેહ પડયો છે. તેથી મોરબી તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરાએ જઈને તપાસ કરતાં ખુલ્યુ હતું કે ઉપરોકત સ્થળથી આસરે ૩૦ થી ૩૫ વર્ષનો યુવાનનું બીમારી સબબ મોત થતા મૃતદેહ ત્યાંથી મળી આવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈને લાસને પીએમ અર્થે મોકલી આપી છે અને અજાણ્યા મૃતક યુવાનના પરિવારજના વાલીવારસોની શોધખોળ શરૂ કરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News