ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘર સફાઈનું પાણી શેરીમાં આવતા બે સગાભાઈઓને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી, ચાર સામે ફરીયાદ


SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ઘર સફાઈનું પાણી શેરીમાં આવતા બે સગાભાઈઓને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી, ચાર સામે ફરીયાદ

વાંકાનેરમા આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે કલર કામ ચાલુ હોય ઘરને પાણીથી સાફ કરતા હતા અને તે પાણી શેરીમાં નીકળતું હોય તે બાબતે એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા યુવાન સાથે બોલાચાલી કરવામાં આવી હતી ત્યારબાદ ધોકા અને પાઇપ વડે યુવાનને માર માર્યો હતો તથા તેના ભાઈને પણ જપાજપી કરીને માર મારીને ગાળો આપી હતી અને બંને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા આસિફરજા શકીરહુસેન શેખ (20) એ હાલમાં રહેમતબેન હબીબભાઈ ઝાફરાણી, મોસીન હબીબભાઈ ઝાફરાણી, ફિરોજ ઝાફરાણી તથા અરબાઝ કાફી રહે. બધા ભાટિયા સોસાયટી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે,  તેના ઘરે કલર કામ ચાલતું હોય તેઓ ઘરને પાણીથી સાફ કરતા હતા અને ઘરનું પાણી શેરીમાં નીકળતું હોવાથી આરોપી રહેમતબેન તેઓના ઘરે આવેલ અને કહ્યું હતું કે પાણી અમારા મકાનની સામે શેરીમાં આવું ન જોઈએ તેમ કહીને ગાળો દીધી હતી અને ત્યાર બાદ ત્યાંથી જતા રહ્યા હતા અને થોડીવાર બાદ રહેમતબેન, મોસીન અને ફિરોજ હાથમાં લાકડાના ધોકા, પ્લાસ્ટિક અને સ્ટીલનો પાઇપ લઈને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ત્યારે મોસીન અને ફિરોજ એ ધોકા વડે યુવાનને માર માર્યો હતો અને ત્યારે ત્યાં ફરિયાદીનો ભાઈ તહેસીલરજા આવતા અરબાઝ કાફી એ તેની સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને ફરિયાદી તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મહિલા સહિત ચારેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News