મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર


SHARE







મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર

મોરબીમાં ખોખરા હનુમાન પાસે રાત્રિના સમયે યુવાનને આંતરવામાં આવ્યો હતો અને તેના ગાળા ઉપર છરી મૂકીને તારી પાસે જે હોય તે આપી દેતેવી ધમકી આપી હતી ત્યાર બાદ તેની પાસેથી 12,500 ના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ બે આરોપી જેલમાં હતા તેના જામીન માટેની અરજી વકીલ મારફતે મૂકવામાં આવી હતી જેને કોર્ટે મંજૂર કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ ખોખરા હનુમાન પાસે થોડા સમય પહેલા યુવાનને આંતરીને લૂંટ કરવાનો એક બનાવ બનેલ હતો જેમાં બે બાઇક ઉપર આવેલ શખ્સોએ છરી બતાવીને યુવાન પાસેથી રોકડ તેમજ મોબાઇલ મળીને 12,500 ની લૂંટ કરી હતી અને આરોપીઓ નાસી ગયા હતા જે ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ અસગર રમજાનભાઈ મોવર રહે. કાજરડા અને સમીર સુભાનભાઈ મોવર રહે. માળિયા વાળાની ધરપકડ કરી હતી અને આ બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને બંને આરોપીઓએ વકીલ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ) મારફત જામીન માટેની કોર્ટમાં અરજી કરી હતી જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને બચાવ પક્ષે રજૂ કરેલ દલીલને ધ્યાને લઈને બંને આરોપીના જામીન મંજુર કરેલ છે.






Latest News