મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં હોસ્પિટલમાંથી મોબાઇલ ચોરીની ચોરી કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં હોસ્પિટલમાંથી મોબાઇલ ચોરીની ચોરી કરનારા આરોપીની ધરપકડ

મોરબી શહેરમાં લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ યુમન સોર્સીસથી બાતમીદારો આધારે અગાઉ થયેલ મોબાઈલ ચોરીમાં સંડોવાયેલ શખ્સ મોરબીના જુના બસસ્ટેન્ડમા શંકાસ્પદ હાલતમા હોવાની બાતમી મળી હતી જેના આધારે રાજદીપસિંહ રાણા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ જાડેજાએ ત્યા જઈને આ શખ્સને પકડ્યો હતો અને તેની પ્રાથમિક પૂછપરછમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સમર્પણ હોસ્પીટલના પગથીયા ઉતરતા સમયે વર્ષ ૨૦૨૪ માં દેવરાજભાઇ ચતુરભાઇ નદેહારીયા રહે. રાતાભેર વાળાના ખીસ્સામાથી મોબાઇલ ચોરી આ શખ્સે કરી હતી અને તે ઘટના સીસીટીવી મા કેદ થયેલ હતી જે ગુનામાં પોલીસે તેને પકડીને યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તેને મોબાઇલ ફોનની ચોરી કરેલા હોવાની કબુલાત આપી હતી અને તે ચોરાઉ મોબાઈલ આરોપીએ કોઇ અજાણ્યા ઇસમને વેચી નાખેલ હોવાનું પોલીસને જણાવ્યુ હતું જેથી પોલીસે આરોપી રોહીતભાઇ શત્રુભાઈ રામજીભાઈ મકવાણા (રર) રહે. ગોડલ વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપી સામે ચોરી સહિત અગાઉ ત્રણ ગુના નોંધાયેલ છે.






Latest News