મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની સરકારી હોસ્પિટલની ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવતાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રૂ.૯૭.૬૩ લાખ મંજુર


SHARE







મોરબીની સરકારી હોસ્પિટલની ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવતાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રૂ.૯૭.૬૩ લાખ મંજુર

મોરબીની સરકારી હોસ્પિટલમાં વારંવાર સર્જાતી ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજ્ગાર, પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા આરોગ્ય મંત્રીને સત્વરે આ સમસ્યાનુ નિવારણ લાવવા માટે રજુઆત કરવામાં આવેલ હતી.જે અન્વયે આજે રાજય સરકાર દ્વારા મોરબી સરકારી હોસ્પીટલને રૂ.૯૭.૬૩ લાખ રકમ ફાળવવામાં આવેલ છે અને કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સ્થાનીક સતાધીશો તેમજ સરકારી અધિકારીઓ અને ખાસ કરીને પબ્લિક હેલ્થ યુનિટ (PIU) ના અધિકારીઓને સુચના આપેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મોરબીની સરકારી હોસ્પીટલમાં ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નો વારંવાર ઉદ્દભવતા હતા જેની મંત્રી દ્વારા નગરપાલિકાના અધિકારીઓને સૂચના આપેલી જેનો ઉકેલ નગરપાલિકા દ્વારા લાવવામાં આવેલ હતો.પરંતુ હવે રાજય સરકાર દ્વારા આ રકમ ફાળવતા આ સમસ્યાનો કાયમી ધોરણે અંત આવશે અને પ્રજાના સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો થશે.






Latest News