હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર મોરબીમાં માધાપર ઝાંપા પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ પકડાયા મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ
Breaking news
Morbi Today

મોરબીના કાન્તિલાલ બાવરવાએ ગુજરાતમાં તાત્કાલિક ગ્રામ પંચાયતોની ચુંટણીઓ યોજવા સીએમને કરી રજૂઆત


SHARE













મોરબીના કાન્તિલાલ બાવરવાએ ગુજરાતમાં તાત્કાલિક ગ્રામ પંચાયતોની ચુંટણીઓ યોજવા સીએમને કરી રજૂઆત

ગુજરાત રાજ્યમાં આશરે ૭૦૦૦ જેવી ગ્રામ પંચાયતોની ટર્મ ફેબ્રુઆરી ૨૦૨૩ થી આજદિન સુધીમાં પૂરી થઇ ગયેલ છે. અને આ દરેક ગ્રામ પંચાયતોમાં વહીવટદારનું શાસન ચાલે છે. આ વહીવટદારના શાસનના કારણે ગામડાઓનો  વિકાસ અટકી જવા પામેલ છે. ગામો લોકોને પોતાના પ્રશ્નો બાબતે યોગ્ય જવાબ મળવામાં વિલંબ થાય છે. વહીવટદાર સ્થાનિકના હોવાથી લોકો તેને આસાનીથી મળી પણ શકતા નથી. અને પ્રશ્નો રજુ કરી શકતા નથી. ઘણા ગામોમાં મનરેગા મજુરોને કામો અને પગાર મળવામાં પણ વિલંબ થાય છે. લોકોને પોતાની મળતી પ્રાથમિક સુવિધા મેળવવામાં પણ હાલાકી ભોગવવી પડી રહી છે. જેથી કરીને સ્થાનિક સ્વરાજ એટલે  કે ગ્રામ પંચાયતમાં સ્થાનિક બોડી આવે તેના માટે વહેલી તકે ચૂંટણી કરવામાં આવે તેવી મોરબીમાં રહેતા આગેવાને સીએમને રજૂઆત કરેલ છે.

મોરબીમાં રહેતા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ ડી.બાવરવાએ હાલમાં સીએમને કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, વહીવટદારના શાસનમાં વિકાસના કામો થવા પામેલ નથી.  એટલે  લોકો સરકાર  તરફથી મળવા પાત્ર સુવિધાઓથી વંચિત રહેલ છે. અને ખાસ કરીને એક વ્યક્તિ પાસે ઘણા બધા ચાર્જો  હોવાથી સમયના અભાવે લોકોના કામ થતાં નથી અને લોકો પોતાના નાના નાના પ્રશ્નો માટે હેરાન પરેશાન થાય છે. ગુજરાત રાજ્યમાં કુલ આશરે ૧૪,૦૦૦  કરતા વધારે ગ્રામ પંચાયતો આવેલ છે. તેમાંથી આશરે ૭૦૦૦ હજાર કરતા  વધારે  ગ્રામપંચાયતોમાં ચુટાયેલી બોડી નથી જેથી લોકોની સાથે અન્યાય થઈ રહ્યો છે અને ચુંટણી ન થવા માટેના કારણોમાં ચુંટણી પંચે રાજ્ય સરકારની નીતિને કારણે આવું થયાનું કારણ  જણાવેલ છે તેવું તેઓને જાણવા મળેલ છે.

આમાં સ્થાનિક સ્વરાજની  એક અગત્યની સંસ્થા ગ્રામ પંચાયતમાં ચુંટણી ન યોજીને ગુજરાતની ૫૦% કરતા વધારે લોકોને પોતાની સુખ સુવિધા, વિકાસ ના કામો, વ્યક્તિગત કામો અને તેને બંધારણ દ્વારા મળેલ હક્ક કે પોતાના પ્રતિનિધિ ચુંટવાના અધિકાર થી વંચિત રાખીને રાજ્ય સરકર દ્વારા આ એક ખુબ જ મોટો અન્યાય કરેલ છે. જેથી કરીને તાત્કાલિકના ધોરણે ગ્રામ પંચાયતોની ચુંટણીઓ કરાવવામાં આવે અને ભવિષ્યમાં આવી  રીતે અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ અટકાવવામાં ના આવે. ભવિષ્ય માં આવું ના બને તેવું આગોતરું આયોજન  કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો  આ ચુંટણી યોજવામાં વિલંબ કરવામાં આવશે તો ગુજરાત પ્રદેશ રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠન આ બાબતે સમગ્ર રાજ્ય લેવલે ઉગ્ર અંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News