મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીનું ખાતમુર્હત કરાયું


SHARE







મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીનું ખાતમુર્હત કરાયું

મોરબીના રવાપર લીલાપર કેનાલ રોડ ઉપર તાજેતરમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન અને સમાજવાડીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું ત્યારે ધર્મગુરુ ઉપરાંત સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નીર્માહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ, (દૂધરેજધામ) હાજર રહયા હતા તે ઉપરાંત ૧૦૦૮ મહામંડલેશ્વર રામબાલકદાસ બાપુ (દૂધઈધામ) અને બંસીદાસ બાપુ મેસરિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીસાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઈ સોમાણી, માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, માજી સાંસદ મોહનભાઇ કુંડારિયા અને માજી મંત્રી જયંતિભાઈ કવાડીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના પ્રમુખ હીરાભાઈ ટમારિયા તેમજ વાલાભાઈ રબારી, મહેશભાઇ રબારી, કાનાભાઇ રબારી, રમેશભાઈ રબારી, ભગવાનજીભાઇ રબારી અને ધારાભાઇ રબારી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News