મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ પેટ્રોલ પંપમાંથી એકટીવાની ચોરી


SHARE







મોરબીમાં આવેલ પેટ્રોલ પંપમાંથી એકટીવાની ચોરી

મોરબીના ગાંધીચોક પાસે આવેલ પેટ્રોલ પંપમાંથી એકટીવાની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીમાં મહાપાલિકાની બાજુમાં આવેલ ગાંધીચોક પાસે ભારત પેટ્રોલ પંપમાં એકટીવા નંબર જીજે 3 એસ 9325 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતનું એકટીવા ગત તા. 19/2 ના રોજ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યું હતું અને તેનો સીસીટીવી કેમેરાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાબતે હાલમાં મહિપતસિંહ લાખુભા ઝાલા (58) રહે. સનાળા રોડ હાઉસિંગ બોર્ડ રામજી મંદિર વાળી શેરી મોરબી વાળાએ અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે 20 હજાર રૂપિયાની કિંમતના એકટીવાની ચોરી થઈ હોવાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

મોરબીના જુના બસ સ્ટેશન પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જીવરાજભાઈ શંકરભાઈ ધામેચા નામની વ્યક્તિ વરલીના આંકડા લેતા મળી આવી હતી જેથી પોલીસે તેની પાસેથી 520 ની રોકડ કબજે કરી હતી આવી જ રીતે મોરબીમાં કબીર ટેકરી મેન રોડ ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અવેસભાઈ અયુબભાઈ કાશમાણી રહે. કબીર ટેકરી મેન રોડ મોરબી વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 600 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.






Latest News