મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ચૂલાની અગ્નિથી આખા શરીરે દાઝી ગયેલ મહિલાનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત


SHARE











મોરબીના જેતપર ગામે ચૂલાની અગ્નિથી આખા શરીરે દાઝી ગયેલ મહિલાનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત

મોરબી તાલુકાના જેતપર ગામે વણકરવાસમાં રહેતી મહિલાપોતે પોતાના ઘરે પાણી ગરમ કરવા માટે ચૂલામાં આગ પ્રગટાવી હતી અને આગ તેની સાડીમાં અડી જતા મહિલા શરીરે દાઝી ગઈ હતી જેથી તેના પ્રથમ સારવાર માટે જેતપર સીએચસી અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જોકે મહિલા ગંભીર રીતે દાઝી ગયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ વણકરવાસમાં રહેતા ગીતાબેન પ્રવીણભાઈ પરમાર (36) નામના મહિલાગઈકાલે બપોરના બે વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતે પોતાના ઘરે રહેણાક મકાનમાં ફળિયામાં પાણી ગરમ કરવા માટે ચૂલામાં આગ પ્રગટાવી હતી અને આગ તેઓની સાડીના છેડે અડી જતા કપડાં બાદ તેઓ શરીરે ગંભીર રીતે દાજી ગયા હતા જેથી મહિલાને પ્રથમ સારવાર માટે જેતપર ગામે આવેલ સીએચસી ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે મહિલા આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું અને ત્યારબાદ આ બનાવની મૃતક મહિલાના પતિ પ્રવીણભાઈ ભલાભાઇ પરમાર (37) રહે. જેતપર વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News