ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શિવરાત્રીના દિવસે શિવા મંદિરોમાં શિવભક્તોનો મેળો જોવા મળ્યો


SHARE







મોરબી જિલ્લામાં શિવરાત્રીના દિવસે શિવા મંદિરોમાં શિવભક્તોનો મેળો જોવા મળ્યો

મોરબી જીલ્લામાં આવેલા શિવા મંદિરોમાં ગઇકાલે શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને શિવરાત્રી દિવસે બમબમ ભોલેના નાદ સાથે શિવ મંદિરોમાં ભક્તોએ શિવજીની ચાર પહોરની આરતી અને પૂજન કરીને ધન્યતા અનુભવી હતી.

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં એલ.ઇ. કોલેજ રોડ ઉપર આવેલ અગ્નેશ્વર મહાદેવ, વાંકાનેરની રતન ટેકરી ઉપર બિરાજતા જડેશ્વર મહાદેવરફાળેશ્વર મહાદેવશોભેશ્વર મહાદેવકુબેરનાથ મહાદેવભીમનાથ મહાદેવનીલકંઠ મહાદેવબિલેશ્વર મહાદેવ સહિતના જુદાજુદા શિવ મંદિરોમાં ગઇકાલે વહેલી સવારથી જ શિવજીનું પૂજા-અર્ચના ભક્તો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને ભક્તો દ્વારા શિવજીની ચાર પહોરની આરતી અને પૂજન કરવા માટેની વ્યવસ્થા સ્થાનિક વ્યવસ્થાપકો દ્વારા કરવામાં આવી હતી ગઇકાલે શિવરાત્રી નિમિત્તે શિવમંદિરોમાં શિવ ભક્તો દ્વારા શિવજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને શિવ ભક્તોએ શિવજીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે જુદાજુદા શિવ મંદિરોમાં ભંગ અને ફરાળ સહિતના પ્રસાદની વ્યવસ્થા પણ ભક્તો માટે કરવામાં આવી હતી. ખાસ કરીને શિવરાત્રીના દિવસે શિવજીના દર્શન અને પૂજનનું વિષેશ મહત્વ હોય ભક્તોએ ભાવ સાથે મહાદેવજીનું પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.






Latest News