ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કેન્સરની સારવાર દરમિયાન વૃદ્ધનું મોત


SHARE







વાંકાનેરમાં કેન્સરની સારવાર દરમિયાન વૃદ્ધનું મોત

વાંકાનેરમાં વૃદ્ધાશ્રમ પાસે ગાયત્રી મંદિર રોડ ઉપર રહેતા વૃદ્ધાને કેન્સરની બીમારી હોય તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજયું હતુ જેથી સરકારી હોસ્પિટલ મારફતે સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળી કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં વૃદ્ધાશ્રમ પાસે ગાયત્રી મંદિર રોડ ઉપર રહેતા મૂળ વડોદરાના રહેવાસી કેશુબેન પ્રવીણભાઈ નકુમ (51)ને કેન્સરની બીમારી હતી જેથી તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા રેમાબેન સાજીદભાઈ સુમરા (29) નામની મહિલાને તેના પતિએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની વધુ તપાસ બી.કે.દેથા ચલાવી રહ્યા છે

બાળક સારવારમાં

મોરબીના બેલા રોડ ઉપર આવેલ ઉમા ટાઇલ્સ ખાતે રહેતા હુસેનશા મહેબૂબશા (14) નામના બાળકને મોરબીના વીસી ફાટક પાસે કોઈ અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લેતા ઇજા થઈ હતી જેથી બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News