ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીનું શનિવારે ખાતમુર્હત કરાશે


SHARE







મોરબી સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન-સમાજવાડીનું શનિવારે ખાતમુર્હત કરાશે

મોરબીના રવાપર લીલાપર કેનાલ રોડ પર આગામી તા. ૧ માર્ચને શનિવારે બપોરે ૨ કલાકે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના અદ્યતન વિદ્યાર્થી ભવન અને સમાજવાડીનું ખાતમુર્હત કરવામાં આવશે ત્યારે ધર્મગુરુ ઉપરાંત સંતો મહંતો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકો હાજર રહેશે.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નીર્માહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ, (દૂધરેજધામ) હાજર રહેશે તેમજ ૧૦૦૮ મહામંડલેશ્વર રામબાલકદાસ બાપુ (દૂધઈધામ) અને બંસીદાસ બાપુ મેસરિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ બાબુભાઇ દેસાઇ, વિનોદભાઇ ચાવડા, પરસોતમભાઇ રૂપાલા, ચંદુભાઈ શિહોરા, કેશરિદેવસિંહ ઝાલા અને પૂનમબેન માડમ, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા તેમજ માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને જયંતિભાઈ કવાડીયા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારિયા, સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયા, જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.






Latest News