મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલીકાને મળી માળખાકીય સુવિધા-નવો રીંગ રોડ મળશે: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા


SHARE







મોરબી મહાપાલીકાને મળી માળખાકીય સુવિધા-નવો રીંગ રોડ મળશે: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતની નવનિર્મિત નવ મહાપાલીકાઓને મહેકમ તથા માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે ૨૩૦૦ કરોડ રૂપિયા વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટમાં ફાળવ્યા છે ત્યારે મોરબી મહાપાલીકાની માળખાકીય સુવિધા તથા મહેક્રમ માટે રૂપિયા ૨૫૫ કરોડ ઉપલબ્ધ થશે. જેથી આવનારા દિવસોમાં મહાપાલીકામાં સમાવિષ્ટ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે. અને વિકાસ વેગવંતો બનશે.

મોરબીને જે રકમ રાજ્યના બજેટમાં ફાળવવામાં આવેલ છે તેમાંથી મુખ્યમંત્રી ગ્રીન રીંગ રોડ યોજના અંતર્ગત એક રીંગ રોડની સુવિધા ઉપલબ્ધ થશે. જેથી આવનારા દિવસોમાં લોકોની ટ્રાફિક સહિતની મુશ્કેલીઓમાં ઘટાડો થશે. જેથી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા નાણામંત્રી કનુભાઈ દેસાઈનો ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબી મહાપાલીકાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બદલ આભાર વ્યકત કરેલ છે. અત્રે ઉલેખનીય છે કે, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજુઆતને ધ્યાને લઈ મોરબી નવનિર્મિત મહાપાલીકાને માળખાકીય સુવિધા અને નવો રીંગ રોડ બનાવવા માટે બજેટમાંથી રકમ ફાળવવામાં આવેલ છે.






Latest News