મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક આઇસરે બાઇકને હડફેટે લેતા યુપીના બે યુવાનોના મોત


SHARE











મોરબીના લાલપર નજીક આઇસરે બાઇકને હડફેટે લેતા યુપીના બે યુવાનોના મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે પાવરહાઉસ નજીક સર્વિસ રોડ ઉપરથી ગઇકાલે ડબલ સવારી બાઇક પસાર થઈ રહયું હતું ત્યારે આઇસરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ઉપર બેઠેકા યુપીના બે યુવાનોને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તે બંને યુવાનોના મોત નિપજ્યાં છે હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.


બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામ નજીક આવેલા પાવરહાઉસ પાસેથી સર્વિસ રોડ ઉપરથી ગઇકાલે જાબુડિયા ગામ તરફ જઈ રહેલા જી.જે. ૩૬ ટી ૯૫૯૬ નંબરના આઇસરના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધું હતુ જેથી કરીને બાઈક ચાલક વિજય રામચંદ્ર ગુપ્તા (ઉ.૩૬) નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જો કે, તેની સાથે બાઇક ઉપર બેઠેલ રામસિંગ નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજયું છે જેથી કરીને અકસ્માતના આ બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News