મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી કલાનગરી હોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ટાઉન હોલ વ્યવસ્થિત કરી ચાલુ કરાવો : રામભાઇ મહેતા


SHARE







મોરબી કલાનગરી હોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ટાઉન હોલ વ્યવસ્થિત કરી ચાલુ કરાવો : રામભાઇ મહેતા

મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા બનતા તેમજ સ્વપનીલ ખરે જેવા પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ ઓફીસર મુકવામાં આવતા મોરબીની પ્રજાની ઘણી બધી અપેક્ષાઓ પરીપૂર્ણ થઈ શકે તેમ છે.માટે મોરબીના હિમસન આર્ટિસ્ટ ફેડરેશન દ્વારા મહા પાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને જણાવવામાં આવેલ છે કે,મોરબી એક કલાનગરી છે.અહીંયા ઘણી બધી નાટય સંસ્થાઓ કાર્યરત છે, મ્યુઝીકલ પાર્ટીઓ છે.અવાર નવાર નાના ભુલકા-બાળકોની ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવતુ હોય છે.તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે.

તેથી રાજકોટમાં જે રીતે બાલ ભવન છે.તેમા બાળકો પોતાની કલાકૃતિ રજુ કરી શકે છે.પરંતુ અહીં મોરબીમાં ટાઉન હોલ તો છે પણ ઘણા સમયથી બંધ હાલતમાં પડેલ છે.જેની કોઈ સાર સંભાળ લેતુ નથી.માટે કલાપ્રેમીઓ વતી વિનંતી છે કે જો આ ટાઉન હોલ કે જે વર્ષોથી બંધ હાલતમાં છે.તેને ચાલુ કરવામાં આવે તો મોરબીની આમ જનતા માટે નાટક શો, મ્યુઝીક શો, તેમજ અન્ય મનોરંજન કાર્યક્રમો વિગેરેનું આયોજન કરી રજુ કરી શકાય તેમ છે.જો તેમ થાય તો આમ પ્રજાને મનોરંજનની તક મળે અને મહાનગરપાલિકને પણ ભાડાની આવક થાય અને કલાકારોને પણ પ્રોત્સાહન મળે, રોજીરોટી મળે, પ્રજાને પણ અનેકવિધ મનોરંજક કાર્યક્રમો માણવા મળે.જયાં પ્રજા અને કલાકારો અને નાના બાળકો પોતાની પ્રતિભા ઉજાગર કરી શકે તેવા હિતમાં આ રજૂઆત કરવામાં આવેલ હોય આ બાબતે યોગ્ય કરવા હિમસન આર્ટીસ્ટ ફેડરેશન વતી રામભાઇ મહેતાએ કમીશ્નરને લેખીત રજુઆત કરેલ છે.






Latest News