મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી કરાઓકે દેશભક્તિ હરીફાઈ યોજાઈ


SHARE







મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી કરાઓકે દેશભક્તિ હરીફાઈ યોજાઈ

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા 14 ફેબ્રુઆરીભારત માતા પૂજન અને ઓપન મોરબી કરાઓકે દેશભક્તિ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલ હતો અને પોતાનો દેશ પ્રેમ દાખવ્યો હતો. ત્યારે જજ તરીકે કૌશિકાબેન રાવલ અને મકબુલભાઈ વાલેરાએ સેવા આપી હતી. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી ભાજપના આગેવાન જયરાજસિંહ જાડેજાપણ હરીફાઈમાં હાજરી આપી હતી. તો હરીફાઈના આયોજન માટે દેવેનભાઈ રબારી, દિલીપભાઈ અગેચાણીયા, નિરવભાઈ રાવલ, સુનિતાબેન દોશી, ઇલાબેન દોશી અને સાધનાબેન ઘોડાસરાએ આર્થિક સહયોગ આપ્યો હતો. આ હરીફાઈમાં જેટલા પણ  સ્પર્ધકોએ  ભાગ લીધેલ હતો એમને નેશનલ સિક્રેટરી શોભનાબા ઝાલા તરફથી શ્યોર ગીફ્ટ આપવામાં આવી હતી. આ હરીફાઈમાં વિજેતા થયેલા વિજેતાઓને ક્લબ દ્વારા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા અને સેક્રેટરી પ્રીતિબેન દેસાઈએ મોરબીના દરેક નાગરિકો મહેમાનો અને ક્લબ મેમ્બર્સનો ખુબ ખુબ આભાર માન્યો હતો.






Latest News