મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં લેબર ઓફિસરના મનસ્વી વલણની મંત્રીને રજૂઆત


SHARE











મોરબીમાં લેબર ઓફિસરના મનસ્વી વલણની મંત્રીને રજૂઆત

મોરબીમાં રહેતા પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારી દ્વારા હાલમાં શ્રમ રોજગાર વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને મોરબીનાં સરકારી લેબર ઓફિસર હીરાણીના મનસ્વી અને તુમાખી વાણી વર્તન વિષે ફરિયાદ કરેલ છે

 મોરબીનાં સરકારી મજુર અધિકારી તરીકે ફરજ પર રહેલ હીરાણીનું વર્તન એકદમ તુમાખી અને મનસ્વી રહેલ છે તેઓને શ્રમિકો માટે કામ સબબ માર્ગદર્શન લેવા છેલ્લા ત્રણ દિવસથી વારંવાર મોબાઈલ ફોનથી સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓ વાત કરતા નથી અને તેમનો મોબાઈલ ડાઈવર્ટ કરી બ્લોક લીસ્ટમાં મુકી દે છે અમો શ્રમિક આગેવાનો સાથે વાત કરતા નથી હાલમાં ઈશ્રમિક કાર્ડ અંગે સંબંધકર્તા શ્રમિકો તેઓએ રજૂઆત કરે છે અને આ અધિકારીના કાર્યક્ષેત્રમાં આવતા ઔધોગિક એકમોમાં ભારે પ્રમાણમાં ગેરરીતીઓ છે અનેક એકમોમાં અનધિકૃત લેબર કોન્ટ્રાકટરો પ્રવૃત છે તેમની સામે પગલા લેવાતા નથી શ્રમિકોને હાજરી કાર્ડ અપાતા નથી તેમજ તેમના નામો રજિસ્ટરમાં ચડાવાતા નથી આ બાબતે રજુઆત સાંભળતા નથી અને મોબાઈલ ફોન ડાઈવર્ટ કરે છે આ અંગે યોગ્ય કરવાની માંગણી કરવામાં આવી છે 






Latest News