મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક સીરામીક કારખાનામાં મિત્રએ મસ્તી મસ્તીમાં ગુદાના ભાગેથી શરીરમાં એર કમ્પ્રેસરથી હવા ભરી દેતા યુવાનનું મોત 


SHARE







મોરબી નજીક સીરામીક કારખાનામાં મિત્રએ મસ્તી મસ્તીમાં ગુદાના ભાગેથી શરીરમાં એર કમ્પ્રેસરથી હવા ભરી દેતા યુવાનનું મોત 

મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામ કરતો શ્રમિક યુવાન અને તેનો મિત્ર કપડા ઉપર ધૂળ લાગેલી હોય તેને એર કમ્પ્રેસરની નળીથી સાફ કરતા હતા દરમિયાન સ્તી મસ્તીમાં યુવાનને તેના મિત્રએ ગુદાના ભાગેથી શરીરમાં એર કમ્પ્રેસરથી હવા ભરી દીધી હતી જેથી યુવાનને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડમાં રહેવાસી અને હાલમાં મોરબીના ઊંચી માંડલ ગામ પાસે આવેલ રોક ગ્રેનાઈટો સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો શકલુકુમાર બંધુ ગંજુ (25) નામનો યુવાન ગત તા. 7/2 ના રોજ સવારે આઠેક વાગ્યે કામ ઉપરથી છૂટેલ હતો ત્યારે તેના કપડા ઉપર ધૂળ ચોટેલી હતી જેથી કરીને ધૂળને એર કમ્પ્રેસરની નળીથી યુવાન સાફ કરતો હતો ત્યારે યુવાન અને તેનો મિત્ર કુંદન બંને એકબીજાને એર કમ્પ્રેસરથી ધૂળ સાફ કરી દેતા હતા ત્યારે મસ્તી મસ્તીમાં કુંદનને શકલુકુમારને ગુદાના ભાગેથી શરીરમાં એર કમ્પ્રેસર વડે હવા ભરી દીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન ગત તા. 12/2 ના રોજ તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની રીતાદેવી ગંજુ (31) રહે. ઝારખંડ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News