મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ઓનલાઈન ગેમમાં 40 હજાર રૂપિયા હારી જતાં ટેન્શનમાં આવીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબી જિલ્લામાં ઓનલાઈન ગેમમાં 40 હજાર રૂપિયા હારી જતાં ટેન્શનમાં આવીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

ઓનલાઇન ગેમ કે પછી કોઈ પણ પ્રકારના જુગારમાં પૈસા હારી ગયા બાદ અઘટિત બનાવો બને અને અણધાર્યા પગલા ભરવામાં આવે તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી છે તેવામાં મોરબી જિલ્લામાં ઓનલાઈન ગેમમાં 40,000 હારી જતા ટેન્શનમાં આવી ગયેલા યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવેલ હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો કંપનીમાં રહેતો અને કામ કરતો પ્રિન્સસિંહ તિલકધારીસિંહ (19) નામનો યુવાનો ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે તેને જબલપુરની નેશનલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની સુમિતભાઈ સુધીરભાઈ જાટ (33) વોર્ડ બોય નેશનલ હોસ્પિટલ મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે જુબી લુડો ઓનલાઈન ગેમમાં મૃતક યુવાન 40,000 રૂપિયા હારી ગયો હતો જેથી ટેન્શનમાં આવી જતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની રાબેતા મુજબની વાત કરી છે






Latest News