ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસરિયા ગામે હનુમાનજીના મંદિરમાંથી મુકુટ-ચાંદીની માળાની ચોરી


SHARE







વાંકાનેરના લુણસરિયા ગામે હનુમાનજીના મંદિરમાંથી મુકુટ-ચાંદીની માળાની ચોરી

વાંકાનેર નજીક આવેલ લૂણસરીયા ગામે હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયગાળા દરમિયાન મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ઉપર રાખવામાં આવેલ મુકૂટ તથા ચાંદીની માળાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવની ગામના સરપંચ દ્વારા વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના થઈ જવા માટે રવાના થયેલ છે અને વારંવાર મંદિરને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવતું હોય ગામના લોકોમાં રોષની લાગણી છે તથા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

સામાન્ય રીતે શિયાળા દરમિયાન ચોરીની ઘટનાઓ બનતી હોય છે અને સન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠતી હોય છે તેમ છતાં પણ તસ્કરો દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેર નજીક આવેલ લુણસરિયા ગામે હનુમાનજી મંદિરમાં ગતરાત્રિના બેથી અઢી વાગ્યાના અરસા દરમિયાન મોઢા ઉપર બુકાની બાંધેલ એક તસ્કર પ્રવેશ કરે છે અને ત્યારબાદ હનુમાનજીની મૂર્તિ ઉપર રાખવામાં આવેલ મુકૂટ તથા ચાંદીની માળાની ચોરી કરે છે અને આ શખ્સ મંદિરમાં આવતો હોય અને આભૂષણ લઈને ભાગતો હોય તે પ્રકારનું સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેથી આ ઘટના અંગેની જાણ ગામના સરપંચ દ્વારા વાંકાનેર પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની જધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને ઉલ્લેખનીય છે કે, ગત સાતમા મહિનામાં આ જ મંદિરની અંદર તસ્કર દ્વારા ચોરી કરવામાં આવી હતી અને ત્યારે પણ ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, તસ્કર પકડાયેલ નથી અને વધુ એક વખત આ જ મંદિરમાં ચોરીની ઘટના બની છે જેથી કરીને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.






Latest News