ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી શાળાાના વિદ્યાર્થીઓ સહિતના બાળકોને વૈભવી કારમાં બેસાડી જોય રાઈડ કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ


SHARE







મોરબીમાં સરકારી શાળાાના વિદ્યાર્થીઓ સહિતના બાળકોને વૈભવી કારમાં બેસાડી જોય રાઈડ કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પ્રેમના પર્વ વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે ખાસ કરીને સામાન્ય પરિવારના બાળકોના મોંઘી કારમાં બેસીને શહેરભરમાં ફરીને આનંદની અનુભૂતિ કરવાના સ્વપ્નને સાકાર કર્યું હતું. મોરબીના ઉધોગકારોના સાથ સહકારથી બાળકોને વૈભવી કારમાં બેસાડી શહેરભરમાં જોય રાઈડની રોમાંચક સફર કરાવી હતી.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત સાતમાં વર્ષે વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારી શાળામાં ભણતા સામાન્ય પરિવારના બાળકોને વૈભવી કારમાં જોય રાઈડ કરાવી  યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરી હતી.  આ અદભુત જોય રાઈડ્સનું શહેરના શનાળા રોડ સ્કાય મોલ પાસેથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.ઉધોગકારો પોતાની 50 જેટલી વૈભવી કાર સાથે જોડાયા હતા. સામાન્ય પરિવારના બાળકોનું ચાર ચાર બંગડી વાડી ગાડીમાં બેસીને ફરવાની મોજ માણવાનું સ્વપ્ન સાકાર થતા આ બાળકોમાં ખુશીની કોઈ સીમા રહી ન હતી. 

આ વૈભવી કારમાં સન રૂફ માંથી ઉભા રહી બાળકોએ કિલકારીઓ કરીને અનોખા આનંદની અનુભૂતિ કરી હતી. બાદમાં ગરીબ બાળકોને હોટલમાં ભાવતા ભોજનીયા કરાવવામાં આવ્યા હતા. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે બીજાના મનને અનોખો આનંદ આપીને આપણે ખુશ થવું એ જ આપણી સંસ્કૃતિનું મૂળ સોહાર્દ છે અને યંગ ઇન્ડિયા ગ્રુપે ભારતીય સંસ્કૃતિની આ ભાવનાને ચરિતાર્થ કરી છે. 






Latest News