મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન ૪૩.૫૫ કરોડના કામોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાયું


SHARE











મોરબી જીલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન ૪૩.૫૫ કરોડના કામોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો શુભારંભ કરાયો હતો જ્યારે મોરબી જિલ્લાની આત્મનિર્ભર ગ્રામ યાત્રાને રાજપર ખાતેથી બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરાએ ફ્લેગ ઓફ આપી શુભારંભ કરાવ્યો હતો. આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત રાજ્ય સરકારના ૧૧ વિભાગોના લોકાર્પણ, ખાતમૂહુર્ત તેમજ સહાય વિતરણ કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં ગ્રામ વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ પંચાયત, સામાન્ય વહિવટ વિભાગ, પશુપાલન વિભાગ, આરોગ્ય, વાસ્મો, શિક્ષણ, કૃષિ, સમાજ સુરક્ષા, મત્સ્ય ઉદ્યોગ, સમાજ કલ્યાણ સહિત વિભાગોના કુલ ૧૮૩૪ જેટલા વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન ૪૩.૫૫ કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૯૭૩ જેટલા વ્યક્તિગત સહાયના લાભાર્થીઓને અંદાજે ૪૦ લાખ રૂપિયાની સહાય પણ વિતરણ કરવામાં આવી હતી. આ રથના માધ્યમથી લોકોમાં સ્વચ્છ ભારત મિશન, સામૂહિક શૌચાલય, વ્યક્તિગત શૌચાલય, નવા સખી મંડળની રચના, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, જાહેર આરોગ્ય, કોરોના રસીકરણ, પ્રાકૃતિક ખેતી, સજીવ ખેતી, બાગાયત ખેતી, પશુપાલન, પર્યાવરણ જાગૃતિના મુદ્દાઓ પરની યોજનાઓ અંગેની સમજ તેમજ ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં બે રથની ફાળવણી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે મોરબી જિલ્લાની રવાપર, લજાઇ, ઓટાળા, ટંકારા, સાપકડા, ટીકર, ખાખરેચી, ઘનશ્યામપુર જિલ્લા પંચાયત બેઠકના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આત્મનિર્ભર ગ્રામ યાત્રા પ્રસંગે આયોજિત સમારંભમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, કારોબારી ચેરમેન જયંતીભાઇ પડસુંબીયા, ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેધી, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસદડિયા, રાજપર ગામના સરપંચ નિતિક્ષાબેન મારવણીયા, અગ્રણી જીગ્નેશભાઇ કૈલા સહિત જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, પંચાયતના કાર્યપાલક ઇજનેર ચૌધરી, મામલતદાર ડે.જે. જાડેજા, તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News