મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા નેસડા (સુ.)માં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું


SHARE







મોરબી જિલ્લા નેસડા (સુ.)માં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

ટંકારા તાલુકાના નેસડા (સુ.) ગામે આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથ આવી પહોચ્યો હતો ત્યા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું આત્મનિર્ભર ગ્રામ યાત્રાના અંતગર્ત પોષ્ટીક આહાર નિદર્શન કરવામાં આવ્યું હતું ગામમાં રથ આવી પહોચતા ગ્રામજનો એ મોટી સંખ્યામાં રથમાં દર્શાવાતી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગેની ફિલ્મ નિહાળી વિવિધ યોજના અંગેની જાણકારી મેળવી હતી. તેમજ વેક્સિનેશન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારોહમાં સ્થાનીક પદાધિકારીઓ ઉપસ્થિત રહી ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓનો ગામડાના છેવાડાના લોકો સુધી માહિતી પહોચે અને યોજનાનો લાભ લે તે હેતું થી આત્મનિર્ભર ગામ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામજનોને વધુને વધુ સરકારશ્રીની યોજનાઓનો લાભ લેવા આહવાન કર્યુ હતું આ પ્રસંગે ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓના સહાય મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઇ અંદરપા, પ્રભુભાઈ કામરીયા, નથુભાઈ કડીવાર, ગણેશભાઈ નમેરા, મહેશભાઈ વિરમગામા, શાંતિલાલ રાજકોટીયા તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News