મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સરસ્વતી શિશુ મંદિર શાળા ખાતે શંખનાદ અભ્યાસ વર્ગ યોજાયો


SHARE







મોરબીમાં આવેલ સરસ્વતી શિશુ મંદિર શાળા ખાતે શંખનાદ અભ્યાસ વર્ગ યોજાયો

મોરબીના શનાળા ખાતે આવેલું વિદ્યા ભારતીય સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર શિક્ષણના અનેક જુદા જુદા પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુશુપ્ત શક્તિ જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયત્ન ના ભાગરૂપે શિક્ષણમાં સમગ્ર વિકાસ અભ્યાસક્રમ નો પ્રયોગ ઘણા વર્ષોથી ચાલે છે. વિદ્યાર્થીનો સર્વાંગણ વિકાસ કરવા માટે શિક્ષણને સહાયક એવા અનેક કાર્યક્રમો વિદ્યાલયના માધ્યમથી થાય છે.
મોરબીમાં આવેલ સરસ્વતી શિશુ મંદિર શાળામાં ધો. 5 થી 8 ના લગભગ 50 જેટલા વિદ્યાર્થીઓ 10 જેટલા વાલીઓ અને 10 વ્યવસ્થાપક આચાર્યો માટે શંખનાદ અભ્યાસ વર્ગનો આયોજન થયું. આ અભ્યાસ વર્ગમાં વિશેષ માર્ગદર્શન માટે શંખ વિશેષજ્ઞ સમીરભાઈ પંડ્યા કડીથી આવ્યા હતા અને તેને શંખનાદ કરવાથી વિદ્યાર્થીની સ્મૃતિ શક્તિમાં વધારો થાય છે. વિદ્યાર્થીનું શારીરિક બળ વધે છે. ગળાનો વિકાસ થાય છે. બીજી અનેક નાની મોટી શારીરિક તથા માનસિક મુશ્કેલીઓ દૂર થાય છે. શંખનાદ એક આધ્યાત્મિક પ્રક્રિયા પણ છે. આ બધું સમજાવતા તેમણે શંખના વિવિધ પ્રકાર વિશે પણ વાત કરી હતી અને શંખનાદ કેવી રીતે કરી શકાય તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને શંખનાદનો અભ્યાસ ખુબ સુંદર રીતે કરાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યાલયના વ્યવસ્થાપક સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. 






Latest News