ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે ખેતર પાસે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત


SHARE







મોરબીના લીલાપર ગામે ખેતર પાસે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત

મોરબી નજીકના લીલાપર ગામની સ્થિતિમાં ખેતર પાસે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી તેને મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા રમેશભાઈ બચુભાઈ દેથરીયા (56) લીલાપર ગામની સીમમાં આવેલ ધારિયા તરીકે ઓળખાતા ખેતરમાં હતા ત્યારે તેઓને પગે ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

એક બોટલ દારૂ

હળવદ માળિયા હાઇવે રોડ ઉપર ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહેલા બાઇક નંબર જીજે 36 એજી 4189 ને રોકીને પોલીસે બાઈક ઉપર જઈ રહેલા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી 562 ની કિંમતની દારૂની બોટલ અને 30,000 રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 30,562 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી મુકેશ લાલજીભાઈ ઢાણીયા (30) રહે. રણછોડગઢ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News