મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટ્રાફિક પોલીસ ઉપર ઘાત: મોરબીમાં રિક્ષા ચાલક પોલીસ કર્મચારીને હડફેટે લઈને નાશી ગયો !


SHARE











ટ્રાફિક પોલીસ ઉપર ઘાત: મોરબીમાં રિક્ષા ચાલક પોલીસ કર્મચારીને હડફેટે લઈને નાશી ગયો !

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે ફરજ ઉપર રહેલા ટ્રાફિક પોલીસે રિક્ષાને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે રિક્ષા ચાલક પોલીસ જવાનને હડફેટે લઈને તેની રિક્ષા લઈને નાશી ગયેલ છે જેથી ઇજા પામેલા પોલીસ જવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

બનવાની જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વાણા ગામના રહેવાસી અને હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ ક્વાર્ટર ખાતે રહેતા અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા રમેશભાઈ દેવજીભાઈ સોલંકી (41) તેઓની ફરજ ઉપર હતા અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે હતા ત્યારે અજાણી રિક્ષાનો ચાલક તેની રિક્ષા લઈને જતો હતો તેને રિક્ષા રોકવા માટે કહ્યું હતું જો કે, રિક્ષા ચાલક તેને હડફેટે લઈને નાશી ગયો હતો જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલા રમેશભાઈ સોલંકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી છે જો કે, ઘટના જે જગ્યાએ બની હતી ત્યાંથી રિક્ષા ચાલક તેનું વાહન લઈને નાશી ગયેલ છે અને સીસીટીવીમાં તેનું વાહન દેખાતું નથી જેથી હજુ સુધી આ બાબતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી.

યુવાન સારવારમાં

મૂળ એમપીનો રહેવાસી વિનોદ મંગાભાઈ પટેલિયા (23) નામનો યુવાન પીપળી રોડ ઉપર ન્યારાના પેટ્રોલ પંપ નજીક કામ કરી રહ્યો હતો દરમિયાન ઊંચાઈ ઉપરથી નીચે ટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાળકી સારવારમાં

મોરબી તાલુકાના જૂની પીપળી ગામે રહેતા સંજયભાઈ ભટ્ટીની દીકરી જાનવી ભટ્ટી (13) તેના પિતાના બાઈકમાં બેસીને જઈ રહી હતી ત્યારે કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે ટકાતા તેને શરીરે ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News