હળવદના ડુંગરપુર અને મોરબીમાંથી દારૂની 13 બોટલ સાથે કુલ 3 આરોપી પકડાયા, એકની શોધખોળ: વાંકાનેરમાં જુગાર રમતા 5 પકડાયા મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે ઝેરી દવા પી ગયેલ યુવાન મોરબી સારવારમાં


SHARE













વાંકાનેરની ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે ઝેરી દવા પી ગયેલ યુવાન મોરબી સારવારમાં

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે યુવાન ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યારબાદ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં બનાવની જાણ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સરતનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો પ્રિન્સ તિલકધારી સિંગ (23) નામનો યુવાન ઢુવા ચોકડી નજીક બ્રિજ પાસે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જો કે, આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવેલ છે અને યુવાને કયા કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં હવે આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

બાઇક સ્લીપ

માળીયા મીયાણા તાલુકાના જાજસર ગામે રહેતો મુન્નાભાઈ લાખાભાઈ પાટડીયા (35) નામનો યુવાન ગામના પાટીયા પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેમાં ઇજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના ઢુવા નજીક આવેલ સોનેટ સિરામિક નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો ત્યારે પ્યારેમોહન કરસનસિંઘ યાદવ (46) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News