મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં ગળેફાસો ખાઇ ગયેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતાં ગળેફાસો ખાઇ ગયેલ યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા નજીક આવેલા વિજયનગર વિસ્તારમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી ઝઘડો થયો હતો બાદમાં તેથી યુવાને શરીરે કેરોસીન છાંટીને પછી ગળેફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને મોરબીની સિવિલે અને બાદમાં રાજકોટ ખસેડાયો હતો

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા વીસીપરા નજીકના વિજયનગરમાં રહેતા ભરત ગીરીશભાઈ ચૌહાણ નામના બત્રીસ વર્ષના યુવાનને તેની પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો જેથી કરીને ભરત ચૌહાણે પ્રથમ શરીરે કેરોસીન છાંટી હતું અને બાદમાં પોતે ગળેફાંસો ખાવાનો પ્રયાસ કરતાં તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ લઇ જવાયો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતાએ તપાસ હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીના હળવદમાં પંચમુખી ઢોરા વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતી સંગીતાબેન જયેશભાઈ બાબરીયા નામની ૨૮ વર્ષીય મહિલા પોતાના પતિના બાઈકમાં બેસીને ગત તા.૧૫ ના રોજ મોરબી તાલુકાના જીવાપર ગામેથી પરત હળવદ જતા હતા ત્યારે મોરબી તાલુકાના ચકમપર ગામની દરગાહ પાસે તેઓનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા સંગીતાબેન બાબરીયાને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે આગળની તપાસ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના રવાપર ગામ નજીક રહેતો દેવાભાઈ રાજુભાઈ સનારીયા નામનો એકવીશ વર્ષીય રાવળદેવ યુવાન મોરબીના વીસીપરામાં આવેલ સ્મશાનની પાસે અગમ્ય કારણોસર ફિનાઇલ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતાં વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News