વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના વજેપર નજીકથી પાંચ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







મોરબીના વજેપર નજીકથી પાંચ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સબજેલની સામે આવેલા વજેપર વિસ્તારમાં જાહેર રોડ ઉપરથી નીકળેલા ઇસમની તલાસી લેવામાં આવતા તેની પાસેથી વિદેશી દારૂની પાંચ બોટલ મળી આવતા તેની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ સ્ટાફ જ્યારે વજેપર શેરી નંબર-૪ ના ખૂણે દિવાન પાનવાળી શેરી નજીક હતો ત્યારે ત્યાંથી નીકળેલા રાજેશ લાલજી મકવાણા જાતે રાવળદેવ (૨૯) રહે.વજેપર શેરી નંબર-૪ મોરબીને અટકાવીને તેની તલાસી લેતાં તેના કબ્જામાંથી વિદેશી દારૂની પાંચ બોટલો મળી આવતા રૂપિયા પંદર સોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને તે આ "માલ" ક્યાંથી લાવ્યો હતો..? અને તે કોને પહોંચાડવા જતો હતો..? તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના સુખપર ગામનો રાજેશભાઈ ડાયાભાઈ જાદવ નામનો ૪૦ વર્ષીય યુવાન હળવદના માનસર ગામ પાસેથી બાઇક લઇને જતો હતો તે દરમિયાનમાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત રાજેશભાઈ જાદવને અહીંની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના સનરાજપાર્ક વિજયનગર વીશીપરાની પાસે રહેતો રાઘવજીભાઇ રણછોડભાઈ કોળી નામનો ૪૨ વર્ષીય યુવાન મોરબીના રેલ્વે સ્ટેશન પાસે મેલડી માઁ ના મંદિર નજીકથી જતો હતો ત્યાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત રાઘવજીભાઇ કોળીને પણ સારવાર માટે અહીં આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

મોરબીની દફ્તરી શેરીમાં રહેતા સોનલબેન મનોજભાઈ ચાવડા નામના ૪૧ વર્ષીય મહિલા પોતાના પતિની પાછળ બાઇકમાં બેસીને જતા હતા તે દરમિયાનમાં ગ્રીનચોક પાસેની કંસારા શેરી નજીક રસ્તા ઉપરના ખાડાના લીધે તેઓનું બાઈક સ્લીપ થઈ જવાથી નીચે પડી ગયેલા સોનલબેન ચાવડાને પણ આયુષ હોસ્પીટલે લઇ જવાયા હતા. તેમજ માળિયા મિંયાણાના જુના ઘાંટીલા ગામે રહેતો વાડલાભાઇ ધીરૂભાઈ મોરી નામનો ૨૩ વર્ષનો યુવાન બાઈક લઈને ખેતરે જતો હતો તે દરમિયાનમાં તેનું બાઈક પણ સ્લીપ થઇ જવાથી ઈજાગ્રસ્ત થયેલા વાડલાભાઈ મોરીને પણ અત્રે આયુષ હોસ્પિટલે લવાયો હતો.




Latest News