મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 6 પકડાયા, શનાળા ગામે ઘરમાંથી 4 બોટલ દારૂ સાથે એકની ધરપકડ


SHARE







મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 6 પકડાયા, શનાળા ગામે ઘરમાંથી 4 બોટલ દારૂ સાથે એકની ધરપકડ

મોરબીમાં ગ્રીન ચોક માધવરાયજી મંદિરની પાછળના ભાગમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા 6 શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 10,800 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ માધવરાયજી મંદિરની પાછળના ભાગમાં કડિયા શેરીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા પ્રકાશ ચંદુભાઈ બુધ્ધદેવ (56) રહે. સુથાર શેરી ગ્રીનચોક મોરબી, દાઉદ ગનીભાઈ પીપરવાડિયા (45) રહે. ઈદમસ્જિદ રોડ ઘાંચી શેરી મોરબી, વનરાજસિંહ બાલુભા જાડેજા (45) રહે. પખાલી શેરી મોરબી, પ્રફુલ ભીખાભાઈ રાવ (55) રહે. અશોકાલયના ઢાળ પાસે મોરબી, પ્રવીણ ઝવેરચંદભાઈ મહેતા (66) રહે. ગ્રીનચોક દફતરી શેરી મોરબી અને નાનજી ભગવાનજીભાઈ ગાંગાણી (63) રહે. કડિયા શેરી મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 10,800 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

શનાળા ગામે ઘરમાંથી 4 બોટલ દારૂ સાથે એકની ધરપકડ

મોરબીના શનાળા ગામે આવેલ નીતિનનગરમાં રહેતા દિગ્વિજયસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં દારૂ હોવા અંગેની હકીકત મળી હતી જેને આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 7,400 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા (38) રહે. નાળા નીતિનનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News