મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે ગોડાઉનમાંથી 17,514 બોટલ દારૂ સહિત 1.11 કરોડના મુદામાલ સાથે 4 ની ધરપકડ, મુખ્ય સૂત્રધાર સહિત 7 ની શોધખોળ


SHARE







મોરબીના શનાળા પાસે ગોડાઉનમાંથી 17,514 બોટલ દારૂ સહિત 1.11 કરોડના મુદામાલ સાથે 4 ની ધરપકડ, મુખ્ય સૂત્રધાર સહિત 7 ની શોધખોળ

મોરબી જીલ્લામાં સ્થાનિક પોલીસ અને એલસીબીના અસ્તિત્વ સામે સવાલો ઊભા થાય તેવી રીતે એસએમસીની ટીમે દ્વારા એક પછી એક સફળ રેડ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને સ્થાનિક પોલીસ દ્વારા દેશી દારૂના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે એસએમસીની ટિમ દ્વારા વિદેશી દારૂ ભરેલા એક પછી એક એક ગોડાઉન પકડવામાં આવી રહ્યા છે તેવામાં હાલમાં શનાળા ગામે ભૂમિ ગોડાઉનમા એસએમસીની ટીમે રેડ કરીને 17,514 દારૂની બોટલ સહિત કુલ મળીને 1.11 કરોડથી વધુના મુદામાલ સાથે 4 આરોપીની ધરપકડ કરેલ છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 11 શખ્સોને સામે ગુનો નોંધાયેલ છે જે પૈકીનાં સાત આરોપી પકડવાના બાકી છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ એસએમસીની ટીમે છેલ્લા મહિનાઓમાં મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં દારૂ સહિતની અનેક સફળ રેડ કરી છે અગાઉ લાલપર પાસે દારૂનો જથ્થો ભરેલ ગોડાઉન પકડ્યું હતું ત્યાર બાદ બે દિવસ પહેલા જ લજાઈ પાસે 180 પેટી દારૂ ભરેલ ગોડાઉન પકડવામાં આવ્યું હતું ત્યાર બાદ ગઇકાલે મોડી રાતના સમયે મોરબી નજીકના શકત શનાળા ગામની સીમમાં આવેલ આનંદ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ ભૂમિ ગોડાઉનમા એસએમસીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 17,514 દારૂની બોટલ મળી આવી હતી જેથી કરીને 76,39,092 કિંમતનો દારૂ તેમજ ત્રણ વાહન જેની કિંમત 35,30,000, મોબાઇલ નંગ 4 જેની કિંમત 20,000 અને રોકડ રૂપિયા 5,120 આમ કુલ મળીને 1,11,94,212 નો મુદામાલ કબજે કરેલ છે અને જયારે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આરોપી મુકેશ મહેન્દ્રકુમાર સિયાક રહે.  બેરુડી ગામ બાડમેર રાજસ્થાન, જસવંતસિંહ રામચંદ ગોદારા રહે.  ભેરુડી ગામ બાડમેર રાજસ્થાન, દિનેશ પ્રેમારામ ગુરુ રહે. દેડવા ગામ સાંચોર રાજસ્થાન અને પ્રવિણ ભગીરથરામ વરદ રહે. કરવડા રાણીવાડા રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી

હાલમાં જે ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા તેની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો ધંધો કરનાર મુખ્ય અરોપી અશોક પુનારામ પુવાર રહે. સાંગરવા સાંચોર રાજસ્થાન, ગોડાઉન ભાડે રાખનાર કમલેશ હનુમાનરામ રામ રહે. અડાસર બિકાનેર રાજસ્થાન, મહેશ ચૌધરી રહે.  હાથી કા ઉંચી બાડમેર રાજસ્થાન ટ્રક ટ્રેલર નં. કેએ 01 એએમ 4523 નો ડ્રાઇવર અને મલિક, બડાદોસ્ત ગાડી નં. જીજે 7 ટીયુ 5131 નો માલિક તેમજ દારૂનો જથ્થો મોકલાવનારને પકડવાના બાકી છે જેથી કરીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં કુલ મળીને 11 શખ્સોની સામે પ્રોહી કલમ 65 (એ), (ઇ), 81, 83, 116(બી), 98(2) અને બીએનએસની કલમ 336(2), 336(3), 340(2), 61(2) હેઠળ ગુનો નોંધીને પોલીસે બાકીના સાત આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. આ દારૂની રેડ એસએમસી પીએસઆઈ એ.વી.પટેલની આગેવાની હેઠળ કરવામાં આવી હતી.






Latest News