ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા ઉંચીમાંડલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક લેબનો અર્પણ


SHARE







મોરબીના સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા ઉંચીમાંડલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક લેબનો અર્પણ

શિક્ષણ દરેક બાળકનો જન્મ સિધ્ધઅધિકાર છે. ત્યારે જરૂરીયાત મંદ પરિવારમાંથી આવતા બાળકો આર્થિક સદ્ધરતાના અભાવના કારણે શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સીમ્પોલો વિટ્રિફાઈડપ્રા.લી. અને નેક્સન સરફેસપ્રા.લી કંપનીઓના સહયોગથી સ્થાપિત સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા મોરબી તાલુકાની ઉંચી માંડલ પ્રાથમિક શાળામાં અતિઆધુનિક સુવિધાથી સજ્જ લેબનો પ્રારંભ કરાવવામાં આવેલ છે.

સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા હાલમાં અનેકવિધ સમાજીક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. ત્યારે તેઓ હવે શૈક્ષણિક ક્ષેત્રમાં પણ પોતાનું યોગદાન આપવાની નેમ સાથે આગળ વધી રહ્યાછે. જે માટે મોરબીના ઉંચી માંડલ પ્રાથમિક શાળાના ધો. 1 થી 8 માં અભ્યાસ કરતા 240  વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક લેબ શરૂ કરવામાં આવી છે જેમાં બાળકોને ટેકનોલોજીની મદદથી ગણિત, ગુજરાતી અને અંગ્રેજી વિષયોનો અભ્યાસ કરાવવામાં આવશે. આ શાળાના બધા બાળકો આ લેબમાં આવીને પોતાનું ભણતર આગળ વધારી શકશે.

આ લેબને જરૂરી કોમ્પ્યુટર, હેડફોન અને સીસીટીવીથી સજ્જ બનાવી બાળકોને વિષયોનું જ્ઞાન ખુબ જ સરળતાથી મેળવે તેવી વ્યવસ્થાકરવામાંઆવીછે. આ આધુનિકલેબમાં બાળકો જે સોફ્ટવેર પર અભ્યાસ કરવાના છે તે પ્રાઇવેટ શાળાઓમાં હજારો રૂપિયાખર્ચીને તેનું લાઇસન્સ લેવાતુ હોય છે. પરંતુ સીમ્પોલો ફાઉન્ડેશન આ લાઇસન્સ ખરીદી અને આ સરકારી શાળાના બાળકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવેલ છે. જેથી ખાનગી શાળાઓ જેવી સવલતો જેને પરવડતી નથી તેવા સરકારી શાળાના વિદ્યાર્થીઓ આધુનિક શિક્ષણથી વંચિત ન રહી જાય.

આ પ્રોજેક્ટ રાજકોટ સ્થિતપ્રતિષ્ઠિત નિયોરાજકોટ ફાઉન્ડેશનની મદદથી અમલ કરવામાં આવીરહ્યો છે. જેમાં લેબની જાળવણી અને બાળકો સારી રીતે લેબનો ઉપયોગ કરી શકે તે હેતુથી એક શિક્ષકની પણ નિમણૂક કરવામાં આવી છે જે શાળાના સમયમાં હાજર રહીને બાળકોને મદદ કરશે. આ લેબને પ્રજાસત્તાક પર્વના દિવસે લોકાર્પણ કરવામાં આવી હતી ત્યારે નેક્સન સરફેસપ્રા.લી કંપની અને સીમ્પોલો ફાઉન્ડેશનમાંથી મનસુખભાઇ અને કપિલભાઈ હાજર રહ્યા હતા અને ગામના સરપંચ રવિરાજસિંહ દ્વારા શાળાના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અને આ તકે તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જ્યોતિબેન વિડજાએ કર્યું હતું 






Latest News