મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો, ત્રણ ઘા ઝીકયા


SHARE







મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો, ત્રણ ઘા ઝીકયા

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે ઘૂટું તરફ જવાના રસ્તા ઉપર સામું જોવા બાબતે બોલાચાલી કરીને યુવાનને ગાળો આપી હતી અને બાદમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે યુવાનને માથામાં, ડાબા હાથમાં અને ડાબી આંખ પાસે છરી વડે ઇજા કરવામાં આવતા ઇજા પામેલા યુવાને સારવારમાં ખસેડાયો હતો ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ત્રાજપર વિસ્તારમાં આવેલ માતાજીના મંદિર પાસે રહેતા રહેતા કિશન બેચરભાઈ પાટડીયા (25) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિક્રમ ઉર્ફે છનો ગોરધનભાઈ સેલાણીયા રહે. ત્રાજપર મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ત્રાજપર ચોકડીથી ઘુટુ તરફ જવાના રસ્તા ઉપર આરોપીએ ફરિયાદી યુવાન સાથે સામું જોવા બાબતે બોલાચાલી કરી હતી ત્યારબાદ જેમ ફાવે તેમ ગાળો આપીને છરી વડે હુમલો કર્યો હતો અને ફરિયાદી યુવાનને માથામાં, ડાબા હાથના કાંડા ઉપર અને ડાબી આંખ પાસે ઇજા કરી હતી જેથી ઇજા પામેલ હાલતમાં યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને તેને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.






Latest News