મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે બાઇક સવાર યુવાનને હડફેટે લઇ મોત નિપજાવનાર ટ્રેક્ટર ચાલકની ધરપકડ


SHARE







મોરબીના નવલખી રોડે બાઇક સવાર યુવાનને હડફેટે લઇ મોત નિપજાવનાર ટ્રેક્ટર ચાલકની ધરપકડ 

મોરબીના નવલખી રોડ ઉપર રોકડીયા હનુમાન મંદિર પાસેથી બાઇક લઇને પસાર થતા યુવાનના બાઇકને ટ્રેકટર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઇક ચાલક યુવાનને ગંભીર ઈજાઓના કારણે તેનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈએ ટ્રેકટર ચાલકની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોકત બનાવમાં ટ્રેકટર ચાલકની ધરપકડ કરેલ છે. 

મોરબીના ઘૂંટુ ગામે નવા પ્લોટ ગીતાનગર સોસાયટીમાં રહેતા પ્રભુભાઈ મેઘજીભાઈ સોરીયા જાતે પટેલ (૫૯) એ થોડા દિવસ પહેલા ટ્રેક્ટર નંબર જીજે ૯ એચ ૭૦૩૯ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું હતુ કે, તેનો ભાઈ રમેશભાઈ મેઘજીભાઇ સોરીયા (ઉંમર ૩૫) પોતાનું બાઇક નંબર જીજે ૩ ઈજી ૪૦૮૪ લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રોકડીયા હનુમાન મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે ઉપરોકત નંબરના ટ્રેક્ટર ચાલકે પોતાનું ટ્રેક્ટર બેફીકરાઈથી ચલાવીને તેના ભાઈના મોટર સાયકલને હડફેટે લીધું હતું જેથી કરીને રમેશભાઈ સોરીયાને ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું મોત નિપજ્યું હતુ. હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેસ ફરીયાદના આધારે મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ વાઢીયા દ્વારા ટ્રેક્ટર ચાલક મોહીત સુરેશ નગવાડીયા પ્રજાપતી (૨૪) રહે.કુંભારશેરી સુપર ટોકીઝ પાસે મોરબીની ધરપકડ કરીને આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના ઘૂંટુ ગામે ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં થયેલ મારામારીના બનાવમાં બીપીનભાઈ ઘનશ્યામભાઈ બાવાજી નામના ૩૮ વર્ષના યુવાનને ઇજાઓ થતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડીયાએ આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વીસી ફાટકની પાસે ઈંડાંની લારી નજીક બનેલ મારામારીના બનાવમાં મોરબી ધક્કાવાળી મંદિર પાસે રહેતા જીગ્નેશ કાંતિભાઈ બાંભણીયા નામના ૩૦ વર્ષના યુવાનને ઇજાઓ થતાં તેને પણ સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News