મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા-શહેરમાં દારૂની બે રેડ: 8 બોટલ દારૂ સાથે બે પકડાયા


SHARE







મોરબી તાલુકા-શહેરમાં દારૂની બે રેડ: 8 બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબી તાલુકા અને શહેરમાં દારૂની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી અને ત્યારે કુલ મળીને દારૂની 8 બોટલો કબ્જે કરી હતી અને બે આરોપીને પકડીને પોલીસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આરટીઓ ઓફિસની સામેના ભાગમાં સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 3,365 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી નિશાંત ઉર્ફે નિખિલ અરવિંદભાઈ ચૌહાણ (25) રહે. પ્રેમજીનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે આવી જ રીતે મોરબીના નાની વાવડી રોડ ઉપર આવેલ શક્તિ એલ્યુમિનિયમ નામની ઓફિસમાં મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે 1,500 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અલ્પેશ અમરશીભાઈ મેંદપરા (32) રહે. નાની વાવડી શિવવિલા સોસાયટી ઈશ્વરીયા મહાદેવ મંદિર વાળા રોડ પર મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે

જુગાર રમતા પકડાયા

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં અમરધામ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા વિક્રમ જાદૂભાઈ ડાભી (32) અને લાલજી ટીસાભાઇ સરાવાડીયા (25) રહે. બંને માટેલ વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 1200 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News