મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં છેલ્લા ત્રણ માસથી નિરાધાર, વિકલાંગ અને વિધવાઓ માસિક પેન્શનથી વંચીત, રજૂઆત


SHARE







મોરબીમાં છેલ્લા ત્રણ માસથી નિરાધાર, વિકલાંગ અને વિધવાઓ માસિક પેન્શનથી વંચીત, રજૂઆત

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચે રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે કે નિરાધારો અને વિકલાંગો તથા જે સ્વર્ણિમ ગુજરાત હેઠળ જે ૭૫૦ જેટલી નજીવી રકમ આવે છે તેમા પણ છેલ્લા ત્રણ માસથી તેમના ખાતામાં પેન્શન આવેલ નથી તો શાના કારણો આ વિલંબ થાય છે..? તેની તપાસ કરવા સામાજીક કાર્યકરએ અરજ કરેલ છે. આવા નિરાધારો તેમજ વિકલાંગોના દિવાળીમાં પણ આવુ પેન્શન મળેલ નથી તો આવા અબાલ વૃધ્ધોની દિવાળીના તહેવારમાં ઘેર દિવા પણ ન કરી શકયા એવી હાલત હોવા છતાં નિરાધારોને સરકારે રૂા.૭૫૦ જેવું નજીવી પેન્શનની રકમમાં પણ આવો વિલંબ કરે છે તો આમાં પેન્શન વધારો તો કયાંથી કરવામાં આવશે..!

જો કોઇ નિરાધાર ને હૈયાતી હુકમ આપવામાં વિલંબ થયેલ હોય તો તેને લેખીત જાણ કરવી જરૂરી હોય છે છતાં પણ આવું સરકારી બાબુઓ કરતા નથી અને નિરાધારો વિધવાબહેનોના છેલ્લા ૩ (ત્રણ) માસથી પેન્શન બંધ થયેલ છે અને આવા બીચારા વૃધ્ધોને રીક્ષાના ભાડા ખર્ચીને ધકકા જાય છે અને રીક્ષાના ભાડા ખર્ચીને બેંકથી પાછા ફરે છે અને નિરાશ થઇ ને પાછા ફરે છે. તો આવા નિરાધારો સામે સરકાર જુવે અને અન્ વિલંબ માટે જવાબદારોની સામે પગલા લે તેવી સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચે માંગ કરેલ છે. આવા અબાલ,વૃધ્ધો, વિધવાઓની તરફથી ફરીયાદ છે.વિધવા બહેનો પોસ્ટ ઓફીસેથી પણ ધરમના ધકા ખાઇને ધરે પાછા ફરે છે. આ ઉપરાંત તેને પેન્શનમાં પણ વધારો થાય તે માટે પણ ઉચ્ચ સ્તરે રજુઆત કરવા માટે પણ આ અરજી સાથે રજુઆત કરવામાં આવેલ છે. તો આ અંગે યોગ્ય સત્વરે પગલા લેવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરાયેલ છે.






Latest News