મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદમાં જૂના પ્રેમસબંધનો ખાર રાખીને યુવતીના બે ભાઈ સહિતના ચાર શખ્સોએ યુવાનને પાઇપ-ધોકા વડે માર માર્યો


SHARE







હળવદમાં જૂના પ્રેમસબંધનો ખાર રાખીને યુવતીના બે ભાઈ સહિતના ચાર શખ્સોએ યુવાનને પાઇપ-ધોકા વડે માર માર્યો

હળવદમાં આવેલ આંબેડકર નગરમાં રહેતા યુવાને પોતાના ઘરની બાજુમાં ઈકો ગાડી પાર્ક કરી હતી ત્યારે તે યુવાનને અગાઉ જે યુવતી સાથે પ્રેમ સબંધ હતો તેના બે ભાઈ સહિત કુલ મળીને ચાર શખ્સો તેના ઘર પાસે આવ્યા હતા અને યુવાન સાથે બોલાચાલી ઝઘડો કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવાનને પાઇપ, ધોકા અને ઢીકા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ આંબેડકર નગર શેરી નં-1 માં રહેતા અમિતભાઈ વજુભાઈ રાઠોડ (30) નામના યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ હરિદાસ પરમાર, ભાવેશ હરિદાસ પરમાર, મયુર ઉર્ફે મયલો રમેશભાઈ પરમાર, જયેશ મોહનભાઈ શેખવા રહે. બધા બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કેતેણે પોતાના ઘર પાસે પોતાની ઇકો ગાડી પાર્ક કરેલ હતી તેવામાં ચારેય શખ્સો તેના ઘર પાસે આવ્યા હતા અને આરોપી મહેશ પરમાર અને ભાવેશ પરમારની બહેન સાથે ફરિયાદી યુવાનને બે વર્ષ પહેલા પ્રેમ સબંધ હતો જે બાબતે સમાધાન પણ થયેલ હતું જે બાબતનો ખાર રાખીને ફરિયાદી યુવાન સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો ત્યારે મહેશ પરમારે લોખંડના પાઇપ વડે તથા ભાવેશ પરમારે લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાને પગ ઉપર માર માર્યો હતો અને અન્ય બે આરોપીઓએ ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News