ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેર-માળિયા તાલુકામાં ત્રણ સ્થળે દેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં રેડ: 950 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ


SHARE







વાંકાનેર-માળિયા તાલુકામાં ત્રણ સ્થળે દેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં રેડ: 950 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ

વાંકાનેર અને માળિયા તાલુકા વિસ્તારમાં જુદી જુદી ત્રણ જગ્યા ઉપર દેશી દારૂના ધંધાર્થીઓને ત્યાં પોલીસ દ્વારા રેકરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 930 લિટર આથો મળી આવ્યો હોય પોલીસે મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપીઓ હાજર મળી આવેલ ન હોવાથી તેની સામે ગુના નોંધીને ત્રણ શખ્સોને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાની બાજુમાં ખરાબાની જગ્યામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 650 લિટર આથો મળી આવ્યો હતો તેમજ 50 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કુલ મળીને કુલ મળીને 27,800 ના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી વિપુલ રાઘવભાઈ ડાભી રહે. માટેલ તાલુકો વાંકાનેર વાળાની હોવાનું સામે આવતા પોલીસે તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે તો માળિયા મીયાણા તાલુકાના નવાગામ ખાતે મચ્છુ નદીના કાંઠે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આંથો મળી આવતા 5000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મુદ્દામાલ ઇમરાન રાયબભાઈ જેડા રહે. વાડા વિસ્તાર માળીયા મીયાણા વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આવી જ રીતે માળીયા મીયાણા નજીક આવેલ મોર ટીંબા વાંઢ વિસ્તારમાં બાવળની જાળીમાં દારૂની રેડ કરી હતી ત્યારે તેથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 100 લિટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 2500 ની કિંમત કબજે કર્યો હતો અને આ માલ સલીમ મહમદભાઈ સંવાણી રહે. વાડા વિસ્તાર માળીયા મીયાણા વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News