મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યાર્થીની છેડતીના ગુનામાં પકડાયેલ ટ્યુશન ક્લાસીસના સંચાલકના શરતી જામીન મંજૂર


SHARE







મોરબીમાં વિદ્યાર્થીની છેડતીના ગુનામાં પકડાયેલ ટ્યુશન ક્લાસીસના સંચાલકના શરતી જામીન મંજૂર

મોરબીમાં ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જતી વિદ્યાર્થીની સાથે ત્યાંના સંચાલક દ્વારા અડપલા કરવામાં આવ્યા હોવાની ફરિયાદ સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ હતો ત્યાર બાદ આરોપીના વકીલ મારફતે તેની જામીન અરજી મૂકવામાં આવી હતી અને તેમાં આરોપીને મોરબી જિલ્લા બહાર રહેવાનુ તે સહિતની શરતોના આધારે શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ખાનગી ટ્યુશન ક્લાસીસ આવેલ છે અને તેના સંચાલક રવિન્દ્ર ત્રિવેદીની સામે ત્યાં અભ્યાસ કરવા માટે થઈને આવતી વિદ્યાર્થીનીની માતા દ્વારા અડપલા અને છેડતીની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપી રવિન્દ્ર રમેશચંદ્ર ત્રિવેદીની ધરપકડ કરેલ હતી અને તેને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીના વકીલ ગોપાલભાઈ ઓઝા (મનીષભાઈ ઓઝા) મારફતે મોરબીની કોર્ટમાં જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ, આધાર પુરાવા અને જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે જેમાં આ કેસનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી તેને જિલ્લાની બાહર રહેવાનુ, દર માહિનામાં તા 1 અને 15 ના રોજ પોલીસે સ્ટેશને હાજરી પુરાવવાની રહેશે, બે લાખ રૂપિયાના જાત જામીન તેમજ બે લાખ જામીનગીરી પેટે રોકડ જમા કરાવ્યેથી શરતોને આધીન રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે સિનિયર વકીલ ગોપાલભાઈ ઓઝા (મનીષભાઈ ઓઝા) અને મેનાઝબેન એ. પરમાર રોકાયેલ હતા.






Latest News