ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

ખાણખનિજનો સપાટો: વાંકાનેર તાલુકાનાં ભલગામ પાસેથી ગેરકાયદે ખનીજ ભરેલા 6 ડમ્પર પકડ્યા


SHARE







ખાણખનિજનો સપાટો: વાંકાનેર તાલુકાનાં ભલગામ પાસેથી ગેરકાયદે ખનીજ ભરેલા 6 ડમ્પર પકડ્યા

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનીજની હેરફેરી કરતાં વાહનોને પકડવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેરના ભલગામ પાસે ખાણખનીજ વિભાગની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે કરોડની કિંમતના 6 ડમ્પર પકડી પાડ્યા હતા અને વાહનના માલિકો પાસેથી દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેર અને તેની ટીમે વાંકાનેરના ભલગામ પાસે રેડ કરી હતી ભલગામ પાસે આવેલ ઓનેસ્ટ હોટલ નજીકથી સાદી રેતી ખનીજ તથા સિલિકા સેન્ડ ખનીજનું બિન અધિકૃત રીતે પરિહન કરતાં 6 ડમ્પર પકડવામાં આવેલ હતા જેમાં ડમ્પર નં. જીજે 3 બીઝેડ 1991 જેના માલીક ચંદ્રસિંહ ભગવતસિંહ રાઠોડ રહે. રાજકોટ, જીજે 3 બીવી 7199 જેના માલીક ધાંધલ રાજુભાઈ સુરીંગભાઈ રહે. સુરેન્દ્રનગર, જીજે 11 ૧૩ એડબલ્યુ 9967 જેના માલીક ભાવેશભાઈ ધનજીભાઈ સોલંકી, જીજે 13 એડબલ્યુ 9921 જેના માલીક દેવાભાઈ સુરાભાઈ ખંભાળીયા રહે. રાજકોટ, જીજે 13 એક્ષ 7351 જેના માલીક મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ રહે. સુરેન્દ્રનગર અને જીજે 3 બીઝેડ 8331 જેના માલીક પટેલ કન્સલ્ટન્ટ રહે. રાજકોટ વાળા હોવાનું સામે આવેલ છે જેથી કરીને આ વાહનોને સીઝ કરી સંતકૃપા સ્ટોન ક્રશર ભલગામ ખાતે રાખવામાં આવેલ છે. અને અંદાજે બે કરોડનો મુદામાલ કબજે કરીને દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. 






Latest News